મામા નું ઘર

*મામાનું ઘર*
***********

મામાનું ઘર એટલે મમ્મીના વ્હાલનું એક્સ્ટેન્શન, જ્યાં દર વેકેશનમાં વ્હાલનો મેળો ભરાય. 

જ્યાં દર ઉનાળે મોટી બેગ ભરીને વેકેશન માળો બાંધવા આવે. જ્યાં સુખથી શરૂ થયેલી વાતો સુખડીએ આવીને અટકે. 

આ દુનિયા પરનું એક માત્ર એવું ઘર જે લાઈટથી નહિ, દીવાઓથી ઓળખાય. ગુગલ મેપ પર સર્ચ કરતા હોઈએ ત્યારે જે જગ્યાએ દીવો બળતો દેખાય, એ મામાનું ઘર. 

પરીક્ષા અને નિશાળમાં ખોવાઈ ગયેલી જાતને, ફરી પાછી અકબંધ મેળવવાનું સરનામું એટલે મામાનું ઘર. 

મામાના ઘરના બાથરૂમમાં દરિયાઓ ઉમટે. જ્યાં ક્યારેય પાણીની તંગી ન હોય. ન તો નળમાં, ન તો આભમાં. ૨૪ કલ્લાક વ્હાલનો વરસાદ આપણને સતત ભીંજવતો રહે. 

જ્યાં ઘોડો બનીને મામા આપણને પીઠ ઉપર બેસાડે, જ્યાં મોટું પેટ લઈને મામા આપણી સાથે દરિયા કિનારે દોડે. મામા આપણી સાથે એ રીતે દોડતા જાણે આપણને ખુશ રાખવાની હરિફાઈમાં મમ્મીને પાછળ રાખી દેવાના હોય. જ્યાં સુખ કહ્યાગરું હોય, એ ઘર એટલે મામાનું ઘર.

મામાના ઘરનું રસોડું આપણું કહ્યું બહુ માને.  જાણે રસોડાની દીવાલોમાં ઇંટોની સાથે આપણી જીભ પર ચણાયેલી હોય, એમ આપણને શું ભાવશે એની રસોડાને બધી જ ખબર હોય. આપણને ભાવતી વસ્તુઓ પર મામાનું ઘર જાસુસી કરે અને પછી એ જ વસ્તુઓ સવાર સાંજ આપણી થાળીમાં ભરે. 

આ દુનિયા પરની એક માત્ર જગ્યા, જ્યાં ઘડિયાળ ન હોય. મોટા ખાટલા પર જોવાતા મોટા મોટા સપનાઓ. જ્યાં સૂરજ પણ હાથમાં wrist watch પહેર્યા વગર આવે અને એટલે જ સૂરજ કાયમ મોડો ઉગે. 

મામાના ઘરમાં ‘ગૂડ મોર્નિંગ’ કહેવાનો રિવાજ, સવારે નહિ બપોરે હોય કારણકે ઉઠીએ ત્યારે બપોર થઇ ગઈ હોય. 

મામાના ઘરના એક ખૂણામાં કાયમ ‘બાળપણની દૂકાન’ રહેતી જ્યાં રમકડાઓની સાથે આપણી જાત પણ સચવાઈને રહેતી. મામા ઓફિસેથી આવે ત્યારે પોતાની સાથે દિવાળી લઇ આવતા. 

દિવાળી પર મામાના ઘરે જવા મળે કે ન મળે, મામાના ઘરે જઈએ ત્યારે કાયમ દિવાળી હોય જ.
 
મામાના ઘરે રાખેલા શબ્દકોષમાં ‘નથી’ જેવો શબ્દ જ નહોતો. મામા કોઈપણ અશક્ય વસ્તુને શક્ય કરી દેતા. બસ, મામા એક કામ ન કરી શક્યા. અમે એકબીજા સાથે સ્ટેચ્યુ રમતા રહ્યા એમાં વેકેશન પસાર થઈ ગયું. મામા વેકેશનને ક્યારેય સ્ટેચ્યુ ન કહી શક્યા.
*વાંચ્યા પછી... આગળ મોકલવા જેવુ લાગે તો લખાણ માં ફેરફાર કર્યા વગર જરૂર મોકલો .!!*

Comments

Popular posts from this blog

"The value of Presence"

Dronacharya

Real game v/s childhood game