Just flow with the flow
વહેતાં ભલાં નીર!
જળ જો વહેતું, ન રહે તો સડતું જાય એવું જ વિચારોનું છે અને એવું જ જીવનનું પણ!
વહેતું ઝરણું,
ખળખળતી નદી
ઉછળતો દરિયો
અંતે તો
ઝરમરતી વાદળી
અને વરસતી વર્ષામાંથી ફરી વરાળ
થઇને જલચક્ર રૂપે જીવન ને વહાવ્યાં જ કરે છે.
આમાંથી એક પણ વહેવાનું બંધ કરે તો ?
જીવન કેવળ અટકી ન જાય , ગંધાઈ જાય , સડી જાય !
વિચારો પણ ક્રમશ:
વાણી,
શબ્દ ,
શાસ્ત્ર ,
અને
સંસ્કૃતિ
બનીને વહ્યાં કરે છે.
રીતિ રિવાજ અને પરંપરા રૂપે પ્રવાહિત થાય છે. એમાં પરિવર્તન આવકાર્ય અને સ્વીકાર્ય હોય તો જીવનપ્રવાહ વહેતો રહે નહીં તો જીવન સ્થગિત થઈને સડી જાય !
તો !
બૉસ!
વિચારોને વહેતાં રાખવાં માટે લાગણીનાં ઝરણાને વહેતું રાખવું .
માનવતાની નદીઓને
જીવંત રાખવી.
જ્ઞાનનાં સાગરને છલકાતો રાખવો.
કેમ કે
કાળનાં પ્રવાહમાં ભલ ભલાં મેરુ પર્વતો પણ વહી જાય છે તો આપણી મમત ની હેસિયત તો માટીનાં ઢેફાં જેટલી પણ ક્યાં છે!
કાળનાં પ્રવાહમાં ધૂળ થઈ ઓગળી જવાં કરતાં તણખલું થઈ તરી જવું હોય તો,
JUST
GO
WITH
THE
FLOW ...
Comments
Post a Comment