सुख
સુખ ઘણાં પ્રકારના હોય છે. શારીરિક સુખથી વધુ માનસિક સુખ, માનસિક સુખથી વધુ લાગણીઓ નું સુખ, અને સૌ સુખો થી વધુ મહત્વ અધ્યાત્મીક સુખ.
એક દિકરીના મનની વાત કરીયે તો, એના ધરે એની માં આવ્વાની હોય, તો દીકરીનો ખટકો, આનંદ, પ્રમોદ કેવા ચરણસિમા પર હોય એ દરેક ઘરમાં ક્યારેક ને ક્યારેક અનુભવ થયો જ હશે, ખરૂને? ઘરના સર્વ કામ, જવાબદારી ને આટોપી ને નવી ચાદર, નવા ગલેફ, નવી ક્રોકરી સેટ બધું ગોઠવાઈ જાય.
આ તો ભાઈ, પ્રેમ છે. ધરતી આખી લીલી છમ, કુમણા પાનથી, ભાદરવાના તડકા બાદ, ખેતરો પણ નવા પાક માટે પરીપક્વ થઈ ગઈ છે. માં જગદંબા આવે છે. કડવા દિવસોનો અંત આવ્યો અને એક આનંદ, અને હકારાત્મક લાગણીઓ ના મોજા અને તરંગો આવે છે.
આ એક અનુભવ કરવાની વાત છે. પરમ સુખની લાગણીમા મારી માં રૂમઝુમ કરતી આવી. એ કલ્યાણકારી માં જગતના દુઃખ હરીને આશીર્વાદ, સુખ, અને સૌના મન - હૈયા મા શાંતિ સ્થાપિત કરશે.
બોલો, *અંબે માતકી જય!* 🙏🏻🙏🏻😊💐
Comments
Post a Comment